logo Let's Connect

એકત્વ સાથે આનંદ અને શાંતિ: પ્રેમ અને પસંદ-નાપસંદનું માર્ગદર્શન.

Join the engaging content on branding, designing, digital marketing, technology, sales, data analytics, psychology, health and geopolitics to empower growth!

Oneness,Nonduality

એકત્વ સાથે આનંદ અને શાંતિ: પ્રેમ અને પસંદ-નાપસંદનું માર્ગદર્શન.

નમસ્તે પ્રિય મિત્રો અને જેણે પણ કોઈ ને સત્ય પ્રેમ કર્યો છે.

કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.

“શા માટે યોગેશ્વર કૃષ્ણ એ પ્રેમ સત્ય છે એવું ગીતા માં ક્હ્યું. અને ગીતગોવિંદ દ્વારા અદ્વૈતતા કે એકત્વ ના સિદ્ધાંત ની સમજ આપી.”
“અદ્વૈતતા કે એકત્વ નો પ્રથમ ઉલ્લેખ સામવેદ માં મળે છે, એટલેજ કૃષ્ણ એ ગીતા માં કહ્યું કે વેદો માં હું સામવેદ છું.”

અહીં આજે આપણે આનંદ અને શાંતિ: પૂર્વક ના જીવન માટે એકત્વ નું મહત્વ સમજીએ. એકત્વ ને આત્મસાત કરવા પ્રેમ શા માટે માત્ર જરૂરી છે, તે જાણીયે.

પણ સૌ પહેલા પ્રેમ અને પસંદ નાપસંદ ને સમજવું જરૂરી છે.

પ્રેમ શું છે?

  • પ્રેમ સ્વયંસ્ફૂરિત છે, તે કોઈ શરત, પસંદ અથવા નાપસંદ પર આધારિત નથી. જ્યારે આપણે એકતા, એકત્વનો અનુભવ કરીએ છીએ, ત્યારે પ્રેમ ની અંતઃસ્ફૂર્ણા થાય છે.
  • પ્રેમ વસ્તુ અને દરેક વ્યક્તિ સાથે ઊંડા જોડાણ અથવા એકતાની લાગણીમાંથી ઉદ્ભવે છે.
  • પ્રેમ સહિયારા અસ્તિત્વ અને પરસ્પર જોડાણની માન્યતા તરીકે મુક્તપણે વહે છે. કાળજી રાખે છે.
  • પ્રેમ માટે, વ્યક્તિએ પોતાની ઓળખ દૂર કરવી પડે છે અથવા ગુમાવવી પડે છે.
  • પ્રેમ આપણને એક-ત્વ તરફ લઈ જાય છે.
  • એકત્વમાં, પ્રેમ એ જે પસંદ – નાપસંદ ની ભેદની દીવાલો તોડી, દરેકને હૃદયથી સ્વીકારી અને આનંદથી જીવે ને જીવન ને એકાકાર કરે.

પસંદ-નાપસંદ શું છે?

  • જ્યારે પસંદ–નાપસંદ મનને વિભાજીત કરે છે. પસંદગીયુક્ત અને શરતી છે. જે મૂળભૂત રીતે, સમાનતા અથવા તફાવતોના આધારે વિભાજીત અને અલગ થવાની અહંકારની વૃત્તિમાંથી જન્મે છે.
  • વ્યક્તિગત પસંદ–નાપસંદ મનની કુદરતી પ્રતિક્રિયાઓ છે, જે અનુભવો, ઉછેર અને વ્યક્તિગત વૃત્તિઓ દ્વારા આકાર પામે છે.
  • વિભાજન ફક્ત એક માનસિક ભ્રમ છે; એકતા એ જ સાચી વાસ્તવિકતા છે.

વિવેકપૂર્વક ની વિવિધ પસંદ નાપસંદ ના ફાયદા.

  • વિવિધ પસંદ ના પણ વિવિધ ફાયદા છે. જે આપડી આજુબાજુ થતી વિવિધતા સભર ઘટનાઓ, વિષયો અને તને લાગતા પરિમાણોને આકાર આપે છે. તે જ સારા જીવન માટે જ્ઞાન, સર્જનાત્મકતા અને ઉન્નતિમાં વધારો કરે છે.
  • પસંદ અને નાપસંદથી વિવિધ આનંદદાયક સંગીત પ્રકારો, ભાષાઓ, રમતો, નાટકો, સંસ્કૃતિઓ, ફેશન, ભોજન અને ગીતો વગેરે ઉત્પન્ન થયા.
  • દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ અને દરેક અનુભવ એ જ એક અસ્તિત્વનું પ્રગટ સ્વરૂપ છે. વિધતા એ એકતાનું રમણ છે, વિવેકપૂર્વક ની વિવિધ પસંદ નાપસંદ નું જ્ઞાન અને તેનો યોગ્ય ઉપયોગ – સારા જીવન માટે જરૂરી છે. જેથી આનંદ અને શાંતિ બંને પ્રાપ્ત થાય છે.

પસંદ-નાપસંદ ની અતિરેક ના ગેરફાયદા

  • પરંતુ, કઠોર રીતે પસંદ-નાપસંદ નો અતિરેક, વળગાડ દ્વારા એટલે કે, સંઘર્ષ, વર્ચસ્વ, જાતિ, યુદ્ધો, ગરીબી, અસંતુલિત સામાજિક જીવન, બિમારીઓ,સામાજિક અશાંતિ, અનૈતિક પ્રથાઓ નો આધાર છે. જે વિઘટિત કરે છે, તેથી લાંબા સમય સુધી અસ્થિત્વ રહેતું નથી.
  • અતિરેક, વળગાડ યુક્ત પસંદ કે નાપસંદ થી અમુક સમય નો ફાયદો થશે, પણ પીડા થી કિંમત ચૂકવી માત્ર થોડા સમય નો લાભ મળશે. અને અતિરેક કાર્ય વિના અસ્તિત્વ ટકાવી રાખો.

“બધી વિવિધતા એ એકની સુંદર અભિવ્યક્તિ છે! ફક્ત તેને પ્રેમ કરવાની જરૂર છે.”
“અતિરેક વિનાની વિવિધતા નું જ ઉજ્જવળ ભવિષ્ય છે.”

એકત્વ શું છે?

  • એકત્વ એટલે એ સમજવું કે દરેક વ્યક્તિ, સંજોગો અને અનુભવ એ જ સાર્વત્રિક સાર અથવા ચેતનાની અભિવ્યક્તિ છે.
  • એકત્વ આખરે, કોઈ વાસ્તવિક અલગતા નથી; ઊંડા સ્તરે બધું એક છે.
    • સમુદ્ર માં, નદી માં, તળાવ માં , ધુમ્મસ માં, પ્યાલા માં વિવિધ પ્રકાર ના ખારા, મીઠા, માટી વાળું, ક્ષાર યુક્ત પાણી છે. તેને અલગ કહી શકો છો, પરંતુ સારમાં દરેક અલગ અલગ અભિવ્યક્તિઓમાં પાણી સિવાય બીજું કંઈ નથી. તેવી જ રીતે, દરેક લાગણી પાણી જેવી છે – એક જ અસ્તિત્વની અભિવ્યક્તિ.
  • ‘એકત્વ’ સમજાય, ત્યારે દરેકમાં પ્રેમ કરવો કે શોધવો સહેલો બને છે – વિખુટા, ઈર્ષા, કરુણા શાંત પડે છે. આનંદ અને શાંતિ પામે છે.
    • અદ્વૈત / એકત્વ એટલે બધું એક બાબત જોવું; પ્રેમ એ બધાને દિલથી સ્વીકારવું.
  • તેથી પ્રેમ જીવશો એટલે મન-શાંતિ અને આનંદ બંને આવશે.
  • “હું” એ તે ફક્ત એક વિચાર છે; જ્યારે “હું” ઓગળી જાય છે, ત્યારે ફક્ત એકતા/એકત્વ રહે છે.

પ્રેમ અને એકત્વ/અદ્વૈતતા અભ્યાશ માટે જરૂરી ગુણો.

  • કરુણા: બધા પ્રત્યે દયાળુ અને સહાનુભૂતિશીલ બનો.
  • નમ્રતા: અભિમાન અને “હું શ્રેષ્ઠ જાણું છું” ની ભાવના છોડી દો.
  • ધીરજ: શાંતિથી ફેરફારો અને પડકારોને સ્વીકારો.
  • આત્મચિંતન: તમારી લાગણીઓ, વિચારો, શક્તિઓ અને નબળાઈઓનું અવલોકન કરો.
  • ક્ષમા: દ્વેષ છોડી દો અને ભૂલોને માફ કરો.
  • સ્વીકૃતિ: જીવન અને લોકોને જેમ છે તેમ સ્વીકારો.

“તમે જેટલું વધુ પ્રેમ અને શાણપણ સાથે જીવો છો, તેટલું વધુ તમે આનંદ અને શાંતિનો અનુભવ કરો છો – કારણ કે તમે એકતાના સત્યમાં જીવો છો.”

અદ્વૈતતાનો અભ્યાસ કરવા માટે, પ્રેમનો અર્થ એ કે

  • વિવિધતામાં એકતા જોવી
  • બિનશરતી સ્વીકૃતિ
  • સીમાઓ વિના કરુણા:
  • અહંકારથી મુક્તિ
  • ક્ષમા અને સમજણ

“અદ્વૈત/એકત્વ જીવવાનો સાચો રસ્તો એ પ્રેમ છે, તેથી દરેકમાં પોતાનો ભાગ જોવો, દરેકને દિલથી સ્વીકારો, અને મનના જુદા-જુદા મત કે પક્ષ છોડો.”

હવે આપણા સમાજ માટે.

જુદા જુદા સમાજમાં દરેક વ્યક્તિ દરેક જન્મને તથા આરાધ્ય નો જન્મોત્સવ ઉજવે છે અને આશા રાખે છે કે એક દિવસ બધી મુશ્કેલીઓ, પાપો અને પાપીઓને દૂર કરવા માટે કોઈ આવશે.

તેથી દરેક સમાજ કૃષ્ણ જન્મોત્સવ, રામનવમી, હનુમાન જન્મોત્સવ, નવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદે મિલાદ અને નાતાલની ઉજવણી કરશે.

હવે પછી સમાજ રામાયણની ચોપાઈ, ગીતગોવિંદ, હનુમાન ચાલીસા, વેદો, પુરાણ, સ્થાનિક જનજાતિના ગીતો, ગરબા, સ્તુતિઓ વગેરેમાંથી શીખીને વ્યક્તિ વિકસિત થશેજ.

તો આનંદ અને સ્મિત કરો.

એક-ત્વ સાથે જીવન ઉત્સવ મનાવો.

#HappyJanmashtami

#Janmashtami2025

#16August2025

English Version:

Divyesh Sidhpura
Divyesh Sidhpura
0 min read
See more by Divyesh Sidhpura

Let’s build your analytics foundation the right way.

Inboundly
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.